સ્વયં-શિક્ષણ
" શિક્ષણ એક એવું ધન રહ્યું છે જે હંમેશા ખર્ચતા વધતું, ખરું શિક્ષણ કહીએ જે સ્વયં સાથે પ્રતિભા ખિલવતું " જય વસાવડા સાહેબનું એક પુસ્તક વાંચેલ " સુપર હીરો સરદાર - ભારતના અસલી આયર્ન મેન " એમાંથી એક સુંદર ટોપિક મારા હાથમાં આવ્યો જે તમે લખાણના શીર્ષકમાં જોઈ શકો છો... સરદાર પટેલને જ્યારે ગુજરાતી પ્રાથમિક શાળામાં બેસાડવામાં આવે છે ત્યારે તેમને જે શિક્ષક મળે છે તે ખૂબ આળસુ હોય છે તે બસ બાળકને ભણાવે નહિ માત્ર રૂમમાં આરામ ફરમાવવો, બાળક કંઇક પ્રશ્ન કરે તો કહે કે તમે જાતે માંય માંય ( અંદરો અંદર ) ભણી લો. આજ છેલ્લું વાક્ય સરદારના જીવનનો પ્રથમ પાઠ મનાય છે, એમને થયું કે આ જીવનમાં જે પણ કાંઈ કરવાનુ છે એ સ્વયં જ કરવાનુ છે. સરદારને આ શિક્ષક તરફથી એટલું જરૂરથી શીખવા મળ્યું કે આપણે જ આપણા ગુરુ. જે કંઈ પણ નવું શીખવાની ઝંખના થાય તો તે જાતે જ શીખવું, ભણવું, આપણી ભૂલો આપણે જાતેજ સુધારતા રહેવું અને તેના પરથી નવું જાણવુ...