ડાયરી
આજે આપણે એવા વ્યક્તિની વાત કરવાના છીએ જેમનો જન્મ 14 માર્ચ 1879 જર્મની ખાતે અને ઉછેર અમેરિકામાં થયેલો છે, જે વર્લ્ડ જીનીયસ વ્યક્તિ ગણાય છે જેના વિશે આપણે સ્કૂલ ટાઈમમાં પાઠ પણ ભણેલા છીએ, એક શોધ વિશે કહીશ તો તમને નામ ખબર પડીજ જશે...
E=MC square
મિત્રો ઉપર જે સૂત્ર આપ્યું છે એ વ્યક્તિનું નામ છે આલ્બર્ટ આઈસ્ટાઈન
તેમને જે શોધ કરેલ એ ઉપરથી એ વિશ્વ વિખ્યાત બનતા ગયા, દેશ વિદેશથી એમને આમંત્રણ મળવા લાગ્યા, એક દિવસ અમેરિકાના એક શહેરમાં એમને આમંત્રણ હતું, એમને એક શહેરમાંથી બીજા શહેરમાં જવા લોકલ ટ્રેનમાં મુસાફરી કરી, જે ટ્રેનમાં એ મુસાફરી કરતા હતા, એજ ટ્રેનમાં રહેલો એક વ્યક્તિ આઈસ્ટેઇન ને ઓળખી ગયો, એ વખતે મીડિયા અથવા ટીવી તથા ઇન્ટરનેટ માધ્યમ એટલું બધું સક્રિય ન હોતું, આથી ટ્રેનમાં રહેલો એક જ વ્યક્તિ તેમને ઓળખી ગયો...એ એમના નજીક જઈને બોલ્યો, કે શું તમારું નામ જ આઇસ્ટાઈન... સામેથી જવાબ મળ્યો હા હું આઇસ્ટાઈન.
તે વ્યક્તિ દુનિયાના જીનીયસ માણસને મળીને ખૂબ આનંદિત થઈ ગયો અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન જોડે એમના ઓટોગ્રાફ માગ્યો, આલ્બર્ટ આઇન્સ્ટાઇને નમ્ર ભાવે પોતાના ઓટોગ્રાફ આપ્યો... આલ્બર્ટ ને જે વ્યક્તિ મળ્યો એ એના શહેરમાં ન્યૂઝપેપર ચલાવતો હતો, આથી તેના ન્યુઝપેપર માં આલ્બર્ટ નો આર્ટિકલ છાપવા માટે તેને આલ્બર્ટ પાસે તેમનું એડ્રેસ માંગ્યું, જેવું એડ્રેસ માંગ્યું તરત જ આલ્બર્ટ એ તેના ખિસ્સા માંથી એક ડાયરી નીકાળી અને કહ્યું કે લો આ રહ્યું મારું એડ્રેસ લખી લો, પેલો સામે વાળો માણસ સ્તબ્ધ થઈ ગયો, કે જે દુનિયાનો આટલો પાવરફુલ માણસ છે, જે સૌથી વધુ બુદ્ધિ મત્તા ધરાવે છે એ માણસ એડ્રેસ માટે પણ ડાયરી નીકાળે છે, એ વ્યક્તિને રહેવાયું નહિ આથી એને પૂછી લીધું કે સાહેબ તમે તમારું એડ્રેસ પણ જાણતા નથી, આવું કેમ.... ત્યારે આલ્બર્ટ આઇસ્તાઈન એ ખૂબ સરસ જવાબ આપ્યો જરૂર થી વાંચજો...
કે આ મારું મગજ (બ્રેઇન) છે કોઈ કચરાપેટી નથી કે જે આવે એ એમાં થોપ્યા કરું....
એટલે કે જ્યાં પાંચ રૂપિયાની ડાયરી કામ કરતી હોય ત્યાં હું મારું કરોડોનું મગજ શું કામ બગાડું...
આ ઉપરથી મિત્રો આપણને પણ ઘણી જગ્યા એથી ઘણું બધું મળે છે પણ આપને જેટલી જરૂરિયાત છે એટલું જ સ્વીકારવું, વધારાનું તો ગોડાઉન માં પણ જોવા મળે છે...

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો