સ્વયં-શિક્ષણ

 " શિક્ષણ એક એવું ધન રહ્યું છે જે હંમેશા ખર્ચતા વધતું,  
    ખરું શિક્ષણ કહીએ જે સ્વયં સાથે પ્રતિભા ખિલવતું "    
       જય વસાવડા સાહેબનું એક પુસ્તક વાંચેલ " સુપર હીરો સરદાર - ભારતના અસલી આયર્ન મેન " એમાંથી એક સુંદર ટોપિક મારા હાથમાં આવ્યો જે તમે લખાણના શીર્ષકમાં જોઈ શકો છો...



             સરદાર પટેલને જ્યારે ગુજરાતી પ્રાથમિક શાળામાં બેસાડવામાં આવે છે ત્યારે તેમને જે શિક્ષક મળે છે તે ખૂબ આળસુ હોય છે તે બસ બાળકને ભણાવે નહિ માત્ર રૂમમાં આરામ ફરમાવવો, બાળક કંઇક પ્રશ્ન કરે તો કહે કે તમે જાતે માંય માંય ( અંદરો અંદર ) ભણી લો. આજ છેલ્લું વાક્ય સરદારના જીવનનો પ્રથમ પાઠ મનાય છે, એમને થયું કે આ જીવનમાં જે પણ કાંઈ કરવાનુ છે એ સ્વયં જ કરવાનુ છે.
             સરદારને આ શિક્ષક તરફથી એટલું જરૂરથી શીખવા મળ્યું કે આપણે જ આપણા ગુરુ. જે કંઈ પણ નવું શીખવાની ઝંખના થાય તો તે જાતે જ શીખવું, ભણવું, આપણી ભૂલો આપણે જાતેજ સુધારતા રહેવું અને તેના પરથી નવું જાણવું નવું શીખતા રહેવું એજ સ્વયં શિક્ષણ...
              સ્વયં - એટલે હું પોતે, હું જે કરી રહ્યો છું એ મારા માટે, સ્વયં પોતાના માટે કરી રહ્યો છું ચાહે એ શિક્ષણમાં સ્વયં - એટલે હું પોતે, હું જે કરી રહ્યો છું એ મારા માટે, સ્વયં પોતાના માટે કરી રહ્યો છું ચાહે એ શિક્ષણમાં લો કે જીવનમાં, બીજા લોકો આપણને માર્ગદર્શન આપશે, આપણને રાહ દેખાડશે, પણ એ રસ્તાને સિલેક્ટ તો આપણે જ કરવો પડશે. આપણે આપણા ડીસીજન મેકિંગ બનવું પડશે. કે જીવનમાં, બીજા લોકો આપણને માર્ગદર્શન આપશે, આપણને રાહ દેખાડશે, પણ એ રસ્તાને સિલેક્ટ તો આપણે જ કરવો પડશે. આપણે આપણા ડીસીજન મેકિંગ બનવું પડશે.
  
         * સેલ્ફ મેઇડ મેન ઓફ સ્ટીલ *
            
         સ્વયં શિક્ષણથી જ આપણે આપણા જીવનના ઘડતર ને ઘડવું પડશે, અને મજબૂત બનાવવું જ પડશે.
            સરદાર પટેલ તે વખતે જે સ્કૂલમાં બેઠા અથવા એ જમાનામાં સીસીટીવી કે એવું કશું હતું જ નહિ, છતાંય એ જમાનામાં સ્વયં શિક્ષણ જાત મહેનત થી બનેલા મહાન વ્યક્તિઓ તમે આજે પણ જોઈ શકો છો.

           આજની શિક્ષણ પદ્ધતિમાં સુધારો તો જોવા મળ્યો છે પરંતુ હજુ પણ ક્યાંક ડામાં ડોલીયું ચાલી રહ્યું છે, ડિજિટલ યુગમાં લોકોને જે મહેનત કરવાની છે તે ધીરે ધીરે ઓછી થતી જાય છે, એટલે કે સ્વયંમાં જે કાંઈ છે તેને ઉજાગર કરતા ડરે છે કેમકે તેને માત્ર ભાણા પર જ બેસવું છે.
           આજની રિયાલિટી ની વાત કરીએ તો ઘણા એવા શિક્ષકો છે જેમને ભણવવાની પડી જ નથી બસ એજ વેઠીયું કામ સવારે ૧૧ વાગે આવવું ૫ વાગે ઘરે. Any way ધીમે ધીમે સૌ સારા વાના થશે,


            માંય માંય ભણો -  સ્વયં શિક્ષણ


યુટ્યુબ વિડીઓ જોવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો 👇👇👇
https://youtu.be/5fOhZ6hkzv0       
        

ટિપ્પણીઓ