મહાશિવરાત્રી

ૐ નમઃ શિવાય

મહા શિવરાત્રી એટલે મહાદેવનો મહા દિવસ.
શિવરાત્રી તો દર મહિને આવે છે પરંતુ મારા મહાદેવની મહાશિવરાત્રી  વર્ષમાં એક જ વખત આવે છે.
મહા શિવરાત્રીનો દિવસ એટલે મહા વદ તેરસ.
શંકર - ભોળાનાથના અસંખ્ય નામો છે, કેમકે તે ભગવાન છે યાર તેમને અસંખ્ય કાંડ કરેલા હોય તેથી તેમના નામ પણ જાજા જ હોવાના.
   
       મિત્રો, ભારતમાં શિવ જ્યોતિર્લિંગ સ્વયંભૂ 12 પ્રગટ થયેલ છે, જેમાંથી સોમનાથનું જ્યોતિર્લિંગ આજ દિવસે પ્રગટ થયું હતું, અને આપણા અહો ભાગ્ય કે તે જ્યોતિર્લિંગ આપણા ગુજરાતમાં છે. જેના ઈતિહાસ પ્રમાણે 16 વખત તે મંદિર પર આક્રમણ થયેલ છે.
     
 મિત્રો, આપણે મહાશિવરાત્રિ ના પાવન પ્રસંગની વાત કરીએ તો આ દિવસનો મહિમા અપરંપાર છે, પ્રાચીન સમયની હિન્દુ ધર્મની પરંપરા અનુસાર ધાર્મિક ભાવિ ભક્તો પૂજા માટેની સામગ્રી જેમકે બીલીપત્ર, ધતુરાના ફૂલ, રુદ્રાક્ષ, દૂધ વગેરે સામગ્રી ભેગી કરી મહાદેવની પૂજા અર્ચન આરતી કરિકરી તેમને પાણી તેમજ દૂધનો અભિષેક કરે છે કેટલાક લોકો મહાદેવનો પ્રસાદ ભાંગ પણ લે છે આ રીતે હિન્દુ ધર્મ અનુસાર પૂજા કરી ભગવાન શિવને આરાધે છે...
     પુરાણોમાં પણ શિવનો મહિમા અપરંપાર ગવાયેલ છે.
     ટુંકમાં નીલકંઠને લગતી કથા તમારી સમક્ષ રજૂ કરું છું.
       જ્યારે દેવો અને દાનવો વચ્ચે સમુન્દ્રમંથન ની પ્રક્રિયા ચાલુ હતી, ત્યારે સમુદ્રમાંથી હળાહળ વિષ ઉત્પન્ન થયું જેના કારણે આખું વિશ્વ તબાહ થઈ જાય તેમ હતું, તે વિષની અસર ધીરે ધીરે વર્તાવા લાગી અંતે વિશ્વ ની આ જીવસૃષ્ટિ ને બચાવવા માટે મારો ભોળિયો મહાદેવ આ વિષને ખોબે ખોબે પી ગયો, ભગવાન શિવનું ગળુ પણ નીલું પડવા લાગ્યું, અંતે તે "નીલકંઠ" કહેવાયાં, ચારે કોર ચારે દિશામાં મહાદેવનો જય જય કાર થવા લાગ્યો.
    આથી મિત્રો દેવોનો દેવ એટલે મારો મહાદેવ




નમઃ શિવાય

શિવના કેટલાક નામોની યાદી

  • મહાદેવ
  • ઉમાપતિ
  • કૈલાસનાથ
  • મહારુદ્ર
  • ત્રિચક્ષુ
  • ભોલેનાથ
  • શિવશંભુ
  • સર્વેશ્વર
  • વિશ્વનાથ
  • નીલકંઠ(વિષકંઠ)
  • શંકર



જય ભોળનાથ            જય જગતપતી              જયશંભુ

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો